શેરડી કામદારોનાં બાળકોનાં જીવનમાં શિક્ષણનો પ્રકાશ રેલાવતાં શિક્ષિકા

વીડિયો કૅપ્શન, એક શિક્ષકે શિક્ષણની મદદથી કેવી રીતે બાળ લગ્નો અટકાવ્યાં?
શેરડી કામદારોનાં બાળકોનાં જીવનમાં શિક્ષણનો પ્રકાશ રેલાવતાં શિક્ષિકા
પ્રકાશિત

મહારાષ્ટ્રના બીડના કેજમાં આવેલી સાને ગુરુજી આવાસીય વિદ્યાલયની જવાબદારી ડૉ. કવિતા ગીત્તે ઉપર છે. આ વર્ષે તેમને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર મળ્યો છે. શેરડીના મજૂરોનાં બાળકોને શિક્ષણની મુખ્ય ધારામાં લાવવાં એ તેમનું સ્વપ્ન છે.

બાળકોને શિક્ષણ સાથે રમત, ટૅક્નૉલૉજી અને નવી તકો સાથે જોડવા એ તેમના કામની વિશેષતા છે, પરંતુ તેની શરૂઆત તેમણે શાળાના વર્ગમાં નહીં, વાલીઓના દરવાજે જઈ શરૂઆત કરી.

તેઓ કહે છે કે, "તમારે આગળ વધવું હોય, જો તમારાં બાળકોના હાથમાં દાતરડું ના જોવા માગતા હો તો તમારે બાળકોને ભણાવવાં જોઈએ. પછી આ બાળકોનું માર્ગદર્શન કરવા હું ગામેગામ, વિવિધ સમુદાયો, શેરડીનાં ખેતરોમાં ફરી વળી અને વાલીઓને સમજાવ્યા. આ રીતે કામ કરવાથી એક સમયે મારી પાસે રહેલા 750 વિદ્યાર્થીઓ હવે વધીને 1,200 થઈ ગયાં છે."

બીબીસી ગુજરાતી મહારાષ્ટ્રના બીડના કેજમાં આવેલી સાને ગુરુજી આવાસીય વિદ્યાલયની જવાબદારી ડૉ. કવિતા ગીત્તે ઉપર છે. આ વર્ષે તેમને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર મળ્યો છે. શેરડીના મજૂરોનાં બાળકોને શિક્ષણની મુખ્ય ધારામાં લાવવાં એ તેમનું સ્વપ્ન છે.
ઇમેજ કૅપ્શન, શેરડી કામદારોનાં બાળકોનાં જીવનમાં શિક્ષણનો પ્રકાશ રેલાવતાં શિક્ષિકા ડૉ. કવિતા ગીત્તે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન