ગુજરાત : 12 થી 17 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
ગુજરાત : 12 થી 17 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
પ્રકાશિત
ગુજરાતમાં 12 થી 17 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે.
હવામાન વિભાગ અને વિવિધ મૉડેલ્સ અનુસાર, 11 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં આંધ્ર પ્રદેશ અને ઓડિશા પાસે એક લો પ્રેશર સિસ્ટમ સર્જાશે, જે આગળ વધીને મધ્ય પ્રદેશ તરફ આવશે.
આ સિસ્ટમની અસરથી 12 સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદ શરૂ થશે અને 13 તેમજ 14 સપ્ટેમ્બરે તેની અસર વધુ જોવા મળી શકે છે.
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ તેમજ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન પલટાની આ સ્થિતિ 17 સપ્ટેમ્બર સુધી રહેવાની સંભાવના છે.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



