BBC News, ગુજરાતી - સમાચાર
મુખ્ય સમાચાર
યુરોપના આ દેશો કઈ બીકથી તેમનો સેંકડો ટન સોનાનો ભંડાર શિફ્ટ કરી રહ્યા છે?
નેધરલૅન્ડ્ઝની સેન્ટ્રલ બૅન્કે આ અઠવાડિયે જણાવ્યું હતું કે તેણે દેશનું ઘણું ટન સોનું ઉત્તર અમેરિકામાંથી બહાર ખસેડ્યું છે. નેધરલૅન્ડ્ઝનું કહેવું છે કે આ શિફ્ટિંગથી તે ગંભીર સંકટો સામે વધુ સારી રીતે તૈયાર રહી શકશે. બૅન્કે કહ્યું કે આનાથી આ કિંમતી મેટલ કોઈ સંકટની સ્થિતિમાં ઉપયોગ માટે સરળતાથી ઉપલબ્ધ રહેશે.
દિલ્હી : સત્ય નિકેતન ઇમારત દુર્ઘટનામાં રૅસ્ક્યૂ ઑપરેશન પૂર્ણ, મૃતકોની સંખ્યા સાત થઈ - ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશ-વિદેશના સમાચારોની મહત્ત્વની અપડેટ્સ માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતીની વેબસાઇટ પર..
થાઇલૅન્ડના પતાયાને 'પાપોનું શહેર' કેમ કહેવાય છે, ગુજરાતીઓ સહિત વિશ્વભરના પ્રવાસીઓને કેમ આકર્ષે છે?
વિયેતનામ યુદ્ધ કદી પતાયાના દરિયાકિનારા સુધી પહોંચ્યું નહોતું, પરંતુ તેણે આ દરિયાકિનારાને કાયમ માટે બદલી નાખ્યો.
વીડિયો, 'ભાડાના રૂમમાંથી 3BHK સુધી પહોંચી', ગુજરાતનાં એ મહિલાઓ જે મેળામાં વિવિધ વસ્તુ વેચીને પગભર થયાં, અવધિ 6,31
રાજકોટમાં દર વર્ષની માફક આ વર્ષે પણ લોકમેળાનું આયોજન થયું છે. આ મેળો રાજકોટ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતા હેઠળની 'લોકમેળા ટ્રસ્ટ' દ્વારા યોજવામાં આવે છે.
જહાંગીરઃ શરાબ અને અફીણના વ્યસની એ મુઘલ સમ્રાટ જે એક દિવસમાં 20 પ્યાલા દારૂ પી જતા
જહાંગીરે રોજિંદા ઘટનાક્રમો પર આધારિત તેમના પુસ્તક "જહાંગીરનામા"માં શાસન, ન્યાય, કળા તથા પ્રકૃતિ વિશેના તેમના અવલોકનની સાથે શરાબ અને અન્ય નશીલાં દ્રવ્યોને લગતી બાબતો છૂપાવવાને બદલે તે વિશે પણ નોંધ કરી છે.
'13 વર્ષથી સર્જરીની રાહ જોઈ રહ્યા હતા' - દિલ્હી એઇમ્સમાં 15 વર્ષની તન્વીના મૃત્યુ પછી પરિવારે શું આરોપો લગાવ્યા?
15 વર્ષની તન્વીનું હૃદયમાં કાણું હોવાથી દિલ્હીની એઈમ્સમાં અવસાન થયું. તેના માતાપિતાનો આરોપ છે કે એઇમ્સે તેમની પુત્રીની સર્જરી 13 વર્ષ સુધી ન કરી અને તેમને તારીખ ઉપર તારીખ આપવામાં આવતી રહી.
'કાગળ પરની' પાર્ટીઓ અંગેનો બીબીસીનો અહેવાલ : ગુજરાત કૉંગ્રેસે કરી તપાસની માગ
બીબીસીએ ગત ચોથી સપ્ટેમ્બરે એક વિસ્તૃત ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો જેમાં કરોડો રૂપિયાનું દાન મેળવતી પાર્ટીઓની જમીન પર જઈને તપાસ કરવામાં આવી હતી. તેના પર ઘણી પાર્ટીઓના નેતાઓ તપાસની માગ કરી રહ્યા છે.
પ્રથમ દેખાયો પછી ગાયબ થયો, ફરી દેખાયો : સંતાકૂકડી રમતા એક ટાપુની કહાણી
કૅનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં એક સરોવરમાં એક નાનો તરતો ટાપુ ફરી દેખાયો છે. આ ટાપુ શરૂઆતમાં શોધાયા પછી ગાયબ થઈ ગયો હતો. ઑગસ્ટની શરૂઆતમાં બ્રિટિશ કોલંબિયાના સૌથી મોટા મીઠા પાણીના સરોવર વિલિસ્ટનની મધ્યમાં વૃક્ષોથી ઢંકાયેલો આ ટાપુ પહેલી વાર જોવા મળ્યો હતો.
'મોબાઇલ ફોનના વધુ પડતા ઉપયોગથી હાથ અને પગમાં લકવો થઈ શકે', 6 મુદ્દામાં સમજો કે ડૉક્ટર શું કહે છે?
યુએસ નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન દ્વારા પ્રકાશિત 2023ના અભ્યાસ મુજબ, તાજેતરના સમયમાં ગરદનનો દુખાવો એક મોટી સ્વાસ્થ્ય સમસ્યા તરીકે ઊભરી આવ્યો છે.
Live, LIVE ટીવી જોવા માટે અહીં ક્લિક કરો
દેશ અને દુનિયાના દરેક મહત્ત્વનાં સમાચાર અને તેનું વિશ્લેષણ. રાજકારણ, વિજ્ઞાન, મનોરંજન, ઇતિહાસ, રમત-ગમત અને બીજું ઘણું બધું.
ભારત/વિદેશ
UNમાં પાસ થયેલા નકશાના સમર્થનમાં પહેલાં ભારતે મતદાન કર્યું, પણ હવે શા માટે વાંધો ઉઠાવ્યો?
સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાએ શુક્રવારે દુનિયાના હાલના નકશામાં ફેરફાર કરવા માટે મતદાન કર્યું, જે આફ્રિકાના કદને વધુ ચોક્કસ રીતે દર્શાવે છે. અમેરિકા એકમાત્ર દેશ હતો, જેણે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. આ પ્રસ્તાવને 164 દેશોનું સમર્થન મળ્યું, જેમાં ભારતનું નામ પણ સામેલ હતું. પરંતુ હવે નવા નકશા પર વિવાદ ઊભો થયો છે.
સમુદ્રની નીચેના ઇન્ટરનેટ કેબલ અચાનક કપાઈ જાય તો ભારતનું શું થશે?
ભારતની સૌથી મોટી ડિજિટલ નબળાઈઓમાંની એક મુંબઈના અરબી સમુદ્રના કિનારાના છ કિલોમીટર લાંબા વિસ્તારમાં આવેલી છે. શું છે આ નબળાઈ?
ઇજિપ્તમાં મહિલા ઍન્કર સમેત 12 લોકોને ફાંસીની સજા કેમ સંભળાવાઈ?
ઇજિપ્તનાં ટીવી પ્રેન્ઝેટર સારા ખલીફા અને 11 અન્ય લોકોને ડ્રગ્સ સંબંધિત કેસમાં દોષી ઠેરવ્યાં બાદ ફાંસીની સજા સંભળાવાઈ છે.
જનનાંગ ચોરીના આરોપમાં ટોળાના હુમલામાં અત્યાર સુધી 80થી વધુનાં મોત, શું છે સમગ્ર મામલો?
બીબીસી ગ્લોબલ ડિસઇન્ફર્મેશન યુનિટે છ આફ્રિકન દેશોનાં પોલીસ દળો પાસેથી આંકડા એકત્ર કર્યા બાદ શોધી કાઢ્યું છે કે ઑક્ટોબર 2025 અને આ વર્ષના જુલાઈ વચ્ચે 'જનનાંગ ચોરી'ની અફવાઓને પગલે 80થી વધુ લોકોની ટોળાં દ્વારા હત્યા કરવામાં આવી છે.
'મસ્જિદ નથી તોડવામાં આવી, બંધારણની ફજેતી કરવામાં આવી છે', યુપીમાં મસ્જિદ પર બુલડોઝર ચલાવવાનો વિવાદ શું છે?
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં કલેક્ટર કચેરીના પરિસરની અંદર આવેલી એક મસ્જિદને ગેરકાયદેસર જાહેર કર્યા બાદ શનિવારે સવારે તોડી પાડવામાં આવી. શું છે સમગ્ર મામલો?
સાપ ભગાડવાના સ્પ્રે કે ખાસ છોડ ખરેખર કામ કરે છે, તેમાં કેવાં પ્રાકૃતિક તેલ વપરાય છે?
ઘર, બગીચા અને ખેતીની જમીનમાં સાપને પ્રવેશતા રોકવાનો દાવો કરતાં વિવિધ સ્પ્રે અને રસાયણો ઑનલાઇન વેચાય છે. પરંતુ શું તેઓ ખરેખર સાપને દૂર રાખે છે? શું વૈજ્ઞાનિક અભ્યાસોએ આ વાત સાબિત કરી છે?
'વિરહ, આર્થિક સંકટ અને અનિશ્ચિત ભવિષ્ય', પાકિસ્તાનમાં પકડાયેલા ગુજરાતી માછીમારોની પત્નીઓ કેવી હાલતમાં જીવે છે?
જો કોઇ માછીમાર દરિયામાં માછલી પકડતી વખતે તેના જીવનમાં પ્રથમ વાર પાકિસ્તાનના હાથે પકડાઈ જાય તો ગુજરાત સરકાર તેના પરિવારને દર મહિને 9,000 રૂપિયાની રોકડ સહાય ચૂકવે છે. પરંતુ માછીમારોની પત્નીઓ કહે છે કે, મોંઘવારીના આ જમાનામાં સહાયની આટલી રકમ ઓછી પડે છે.
ભૂંડની કિડનીના સહારે આ માણસે 271 દિવસ કાઢ્યા, તેની હાલની સ્થિતિ શું છે?
અમેરિકન ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, ભૂંડમાંથી પ્રત્યારોપિત કરાયેલી કિડનીએ એક દર્દીના શરીરમાં 271 દિવસ સુધી કામ કર્યું. આ અત્યાર સુધીનો સૌથી લાંબો નોંધાયેલો રેકૉર્ડ છે. દર્દી ટિમ ઍન્ડ્ર્યુઝે જણાવ્યું કે આ પ્રત્યારોપણથી તેમને નવી "આશા" મળી અને ઘણા મહિના સુધી તેમને હૉસ્પિટલમાં જઈને ડાયાલિસીસ મશીનથી લોહી શુદ્ધ કરાવવાની જરૂર પડી નહોતી.
અબજોનું ફંડ મેળવતા પરંતુ ભાગ્યે જ ચૂંટણી લડતા 'કાગળ પર'ના રાજકીય પક્ષો પર બીબીસીનો મોટો ખુલાસો
સત્યવાદી રક્ષક પાર્ટીના ગુજરાતના આણંદ શહેરમાં આવેલા કાર્યાલયની બહાર ઘોર અંધકાર છવાયેલો હતો. ફ્લૅટના દરવાજા પર તાળું લટકતું હતું અને આ ખરેખર પાર્ટીનું સત્તાવાર નોંધણી કરાયેલું કાર્યાલય છે એમ સૂચવતું કોઈ બોર્ડ તો ઠીક, પોસ્ટર સુધ્ધાં ત્યાં જોવા મળતું નહોતું.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ






























































