ગુજરાતમાં પાંચ દિવસ સુધી વરસાદની આગાહી, કઈ તારીખે પડશે ભારે વરસાદ?
ગુજરાતમાં પાંચ દિવસ સુધી વરસાદની આગાહી, કઈ તારીખે પડશે ભારે વરસાદ?
પ્રકાશિત
હવામાન વિભાગની આગાહી અનુસાર, 12 તારીખથી દક્ષિણ, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે. ત્યારબાદ 13થી 15 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં સારો તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ નહિવત્ રહ્યું છે. ત્યારે ફરીથી એક નવી સિસ્ટમ બની રહી છે જેની અસર ગુજરાતના લોકોને રાહતનો અનુભવ અપાવી શકે છે.
હવામાન વિભાગના મોડલ અનુસાર, 11 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાશે.
શુક્રવારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાળી તરફ લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થશે. તેની અસર ગુજરાતમાં 12 અને 13 સપ્ટેમ્બરે જોવા મળશે. તેમજ 13 અને 14 સપ્ટેમ્બરે તેની અસર વધારે રહે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



