બાળકોને શાળાએ પહોંચાડવા બનાવી 288 મીટર ઊંચી લિફ્ટ

વીડિયો કૅપ્શન, બાળકોને શાળાએ પહોંચાડવા બનાવી 288 મીટર ઊંચી લિફ્ટ
બાળકોને શાળાએ પહોંચાડવા બનાવી 288 મીટર ઊંચી લિફ્ટ
પ્રકાશિત

બાળકોને શાળાએ પહોંચાડવા માટે 288 મીટર ઊંચી લિફ્ટ બનાવવામાં આવી છે

ચીનના યુનાન પ્રાંતમાં ખડક પર 500 મીટર ઊંચે આવેલી આ શાળાએ પહોંચવા માટે બાળકોએ ફરીને આવવું ન પડે અને રસ્તો ટૂંકો થઈ જાય એ હેતુથી આ લિફ્ટ બનાવવામાં આવી છે, એમ સમાચાર સંસ્થા રૉયટર્સનો અહેવાલ કહે છે.

આ પહેલાં બાળકોએ નિઝુ રિવર ગ્રાન્ડ કૅન્યનના ખડકોને પાર કરીને શાળાએ પહોંચવું પડતું અને એમાં અનેક કલાકો લાગી જતા હતા.

પરંતુ હવે આ 288 મીટર ઉંચાઈએ પહોંચાડતી લિફ્ટ અને કૅબલ કારની મદદથી બાળકો માત્ર 30 મિનિટમાં શાળાએ પહોંચી જાય છે.

બાળકોને શાળાએ પહોંચાડવા બનાવી 288 મીટર ઊંચી લિફ્ટ

ઇમેજ સ્રોત, Reuters

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન