પેપરલીક રોકવા માટેનો નવો પ્રસ્તાવિત કાયદો - કેટલાં વર્ષની જેલ અને કેટલો દંડ?

મુંબઈમાં સરકાર સામે વિરોધપ્રદર્શન કરતાં વિદ્યાર્થીઓ (તસવીર 22 જુલાઈ)

ઇમેજ સ્રોત, Punit PARANJPE / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, મુંબઈમાં સરકાર સામે વિરોધપ્રદર્શન કરતાં વિદ્યાર્થીઓ (તસવીર 22 જુલાઈ)
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

કેન્દ્ર સરકારે પબ્લિક ઍકઝામિનેશન (પ્રિવેન્શન ઑફ અનફેયર મિન્સ ઍક્ટ 2024માં સુધારો કરવા માટે સંસદમાં પબ્લિક ઍકઝામિનેશન (પ્રિવેન્શન ઑફ અનફેયર મિન્સ સંશોધન ઍક્ટ 2026 રજૂ કર્યો છે.

આનો હેતુ પેપરલીક, પરીક્ષામાં સંસ્થાગત છેતરપિંડી રોકવા અને પરીક્ષા એજન્સીઓની જવાબદારી વધારવા માટે કાયદાને વધુ કડક બનાવવાનો છે.

જોકે, સંસદનાં બંને ગૃહોમાં હોબાળાને કારણે બિલ પર ચર્ચા હજુ શરૂ થઈ નથી.

2026ના સુધારા બિલમાં મુખ્ય ફેરફારો છે:

વ્યક્તિગત રીતે નકલ અથવા અયોગ્ય સાધનોના ઉપયોગ પર દંડમાં વધારો કરાયો છે.

2024નો કાયદો:

ત્રણ વર્ષથી પાંચ વર્ષ સુધીની સજા

મહત્તમ 10 લાખ રૂપિયાનો દંડ

2026 સુધારો બિલ:

જેલની સજા પાંચ વર્ષથી વધારીને 10 વર્ષ કરવાનો પ્રસ્તાવ

દંડ મહત્તમ 50 લાખ રૂપિયા સુધી વધારવાનો પ્રસ્તાવ

પરીક્ષા લેનારી એજન્સીઓ સામે કડક કાર્યવાહી

2024ના કાયદામાં પરીક્ષાનું સંચાલન કરતી એજન્સીઓ માટે જવાબદારી નક્કી કરાઈ હતી, પરંતુ 2026નું બિલ તેને વધુ ચુસ્ત બનાવે છે.

2026ના બિલમાં :

જો દોષિત ઠરે તો, પરીક્ષાનું સંચાલન કરતી એજન્સીને પાંચ કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

એજન્સીના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની પણ જોગવાઈ છે.

પેપરલીક કરનારા વચેટિયા માટે ભારે દંડ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સતત મોદી સરકાર પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવામાં નિષ્ફળ રહી હોવાના આરોપ લગાવતા રહ્યા છે

ઇમેજ સ્રોત, Arvind Yadav/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સતત મોદી સરકાર પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવામાં નિષ્ફળ રહી હોવાના આરોપ લગાવતા રહ્યા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

2026ના બિલમાં સંસ્થાગત પેપરલીક કરનારા સામે સજા અને દંડ વધારવાનો પ્રસ્તાવ છે.

2024 કાયદો:

કમસે કમ પાંચ વર્ષની જેલ

કમસે કમ એક કરોડ રૂપિયાનો દંડ

2026નું સુધારા બિલ:

કમસે કમ સાત વર્ષની જેલ

કમસે કમ 10 કરોડ રૂપિયાનો દંડ

તપાસ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ

2026 સુધારા બિલમાં પેપરલીક અને અન્ય પરીક્ષા સંબંધિત ગુનાની તપાસ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવાની જોગવાઈ ઉમેરાઈ છે, જેથી ઝડપી તપાસ થાય.

આ સિવાય તપાસ સમયસર પૂરી થાય એ માટે વિધેયકમાં તપાસ માટે બે મહિનાની સમયમર્યાદા નક્કી કરાઈ છે.

બિલમાં પરીક્ષા સંબંધિત કેસોના ઝડપી નિકાલ માટે ખાસ ફાસ્ટ-ટ્રેક કોર્ટની જોગવાઈ છે.

સરકારને આવા કેસ ચલાવવા માટે ખાસ સરકારી વકીલોની નિમણૂક કરવાની સત્તા આપવામાં આવે તેવી દરખાસ્ત છે.

ઝડપી અને અસરકારક કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે બિલમાં રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર તરફથી એક અથવા વધુ ખાસ સરકારી વકીલોની નિમણૂક કરવાની જોગવાઈ છે.

મજબૂત અપીલ વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મૂકતા બિલમાં દરખાસ્ત કરાઈ છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટના નિર્ણયો સામેની અપીલ બે હાઇકોર્ટના ન્યાયાધીશોની બેન્ચ દ્વારા સાંભળવામાં આવે. તેમાં એમ પણ જણાવાયું છે કે અપીલનો નિકાલ દાખલ થયાની તારીખથી ત્રણ મહિનાની અંદર થવો જોઈએ.

આ સંદર્ભે નિર્ણયના 30 દિવસની અંદર અપીલ દાખલ કરવી જરૂરી છે. દસ્તાવેજમાં જણાવાયું છે કે જો હાઇકોર્ટ વિલંબ માટે આપેલાં કારણોથી સંતુષ્ટ હોય, તો વિલંબ 90 દિવસથી વધુ ન હોવો જોઈએ."

ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા સુધારાઓની તપાસ માટે ટૅક્નૉલૉજી ક્ષેત્રે જાણીતા નંદન નીલેકણીના નેતૃત્વ હેઠળ એક હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત કરી હતી

ઇમેજ સ્રોત, Prakash Singh/Bloomberg via Getty Images

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા સુધારાઓની તપાસ માટે ટૅક્નૉલૉજી ક્ષેત્રે જાણીતા નંદન નીલેકણીના નેતૃત્વ હેઠળ એક હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત કરી હતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા સુધારાઓની તપાસ માટે ટૅક્નૉલૉજી ક્ષેત્રે જાણીતા નંદન નીલેકણીના નેતૃત્વ હેઠળ એક હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત કરી હતી.

તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું છે કે તેમના રિપોર્ટના આધારે પરીક્ષાઓની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે શક્ય તેટલી વહેલી તકે પગલાં લેવાશે.

પીએમ મોદીએ કહ્યું ,"આપણે ભવિષ્ય માટે વિચારવું પડશે. આપણી પરીક્ષા પદ્ધતિ વિશ્વસનીય, પારદર્શક હોવી જોઈએ. આપણી પરીક્ષા પદ્ધતિઓમાં ટૅક્નૉલૉજીનો મહત્તમ ઉપયોગ થવો જોઈએ. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને વિશ્વ વિખ્યાત ટૅક્નૉલૉજી નિષ્ણાત નંદન નીલેકણીજીના નેતૃત્વ હેઠળ એક હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય લેવાયો છે."

સમાચાર એજન્સીઓ એએનઆઇ અને આઇએએનએસ અનુસાર, હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સમાં ટેકનિકલ નિષ્ણાત નંદન નીલેકણી, ઇસરોના પૂર્વ ચૅરમૅન એસ. સોમનાથ, પૂર્વ આઇબી ડાયરેક્ટર તપન ડેકા, આઇઆઇટી ચેન્નાઈના ડાયરેક્ટર વી. કામકોટી, પૂર્વ શિક્ષણ સચિવ અનીતા કરવાલ અને લૉજિસ્ટિક્સ નિષ્ણાત અમૃતલાલ મીણાનો સમાવેશ થાય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન