અમદાવાદ : 'વરસાદનાં પાણી વચ્ચે આખી રાત જાગી, ત્રણ દિવસથી ઊંઘ્યા નથી'
અમદાવાદ : 'વરસાદનાં પાણી વચ્ચે આખી રાત જાગી, ત્રણ દિવસથી ઊંઘ્યા નથી'
પ્રકાશિત
23 અને 24 જુલાઈ દરમિયાન અમદાવાદમાં લગભગ 20 ઇંચ વરસાદ પડ્યો હતો. એ પછી બોપલ, શેલા અને ઘુમા જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.
અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યાં નથી.
વરસાદી પાણી ભરાઈ જવાને કારણે લોકો ઘરમાં સડી ગયેલું અનાજ, કાદવ અને ભેજની દુર્ગંધને કારણે ત્રસ્ત છે.
પાણી ભરાઈ રહેવાને કારણે ઘણા લોકોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. તેમને આર્થિક નુકસાન પણ થયું છે.
બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે આવા જ કેટલાક પરિવારોની મુલાકાત લીધી અને તેમની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



