'ગાંધી સ્મૃતિ' પહોંચ્યા રાહુલ ગાંધી, કહ્યું- સરકાર લોકશાહીની હત્યા કરી રહી છે

ઇમેજ સ્રોત, PTI
નીટ પેપર લીક મુદ્દે ગુરુવારે સાંજ થતાં દિલ્હીમાં વિપક્ષના પ્રદર્શને જોર પકડ્યું હતું.
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને વિપક્ષનાં દળોના લગભગ 100 સાંસદ સાંજે 30 જાન્યુઆરી માર્ગ ખાતે ગાંધી સ્મૃતિ પહોંચ્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું કે, "અમારા નેતા મહાત્મા ગાંધીની અહીં જ હત્યા થઈ હતી. આજે મોદી સરકાર ભારતમાં લોકશાહીની હત્યા કરી રહી છે. વિપક્ષ આને સ્વીકાર નહીં કરે."
તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદીએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવા જ પડશે.
આની પહેલાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કૉંગ્રેસ, અને ઇન્ડિયા ગઠબંધનના સાંસદ 30 જાન્યુઆરી માર્ગ ખાતે ગાંધી સ્મૃતિ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમને ફરિયાદ કરી અને કહ્યું કે તેમને ગાંધી સ્મૃતિ તરફ નથી જવા દેવાઈ રહ્યા.
ત્યાં તેઓ નીટ પેપર લીક બાદ જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓ અને વિરોધ પ્રદર્શન દરમિયાન ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપશે.
આની પહેલાં વિપક્ષી સાંસદોની બેઠક માટે પહોંચ્યા બાદ રાહુલ ગાંધીના નિવાસસ્થાનની બહાર બૅરિકેડ લગાવ્યાં હતાં. બેઠક પછી તરત કૉંગ્રેસ નેતાએ પોતાના નિવાસસ્થાનથી એક કિલોમીટરથી પણ ઓછા અંતરે આવેલા ગાધી સ્મૃતિ જવાની યોજનાની માહિતી આપી હતી.





















