કૉમનવેલ્થ ગેમ્સ એટલે શું, આ રમત અન્યથી કેટલી જુદી હોય છે, ભારતે અત્યારસુધી કેટલા મેડલ્સ મેળવ્યા?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ
23 જુલાઈ, 2026ના રોજ સ્કૉટલૅન્ડના ગ્લાસગોમાં ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ટીમ ઇન્ડિયાનાં ખેલાડીઓ પરેડમાં ભાગ લેતી વખતે

ઇમેજ સ્રોત, Mattia Ozbot/Getty Images

ઇમેજ કૅપ્શન, 23 જુલાઈ, 2026ના રોજ સ્કૉટલૅન્ડના ગ્લાસગોમાં ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ટીમ ઇન્ડિયાનાં ખેલાડીઓ પરેડમાં ભાગ લેતી વખતે

કૉમનવેલ્થ ગેમ્સ દર ચાર વર્ષે યોજાનારા એક મોટો આંતરરાષ્ટ્રીય રમત મહોત્સવ છે, જેમાં કૉમનવેલ્થમાં સામેલ હોય એવા દેશો ભાગ લે છે.

વર્ષ 2026ની કૉમનવેલ્થ 23 જુલાઈથી 2 ઑગસ્ટ સુધી સ્કૉટલૅન્ડના ગ્લાસગોમાં રમાઈ રહી છે. આ સ્પર્ધાનું 23મું સંસ્કરણ છે, જેની શરૂઆત 1930માં બ્રિટિશ એમ્પાયર ગેમ્સના રૂપમાં થઈ હતી.

21મી સદીમાં બર્મિંઘમ, ગોલ્ડ કોસ્ટ, ગ્લાસગો, દિલ્હી, મૅલબર્ન અને માન્ચેસ્ટર આ રમતની યજમાની કરી ચૂક્યાં છે.

2026માં આ રમતોમાં 74 અલગ-અલગ દેશો અને ક્ષેત્રોની ટીમો ભાગ લઈ રહી છે.

ઑલિમ્પિક અને પૅરાલિમ્પિક જેવાં આયોજનથી અલગ ગ્રેટ બ્રિટનના ભાગ રહેલા દેશો અલગ-અલગ ટીમના રૂપમાં પ્રતિસ્પર્ધા કરે છે. એનો અર્થ કે ઇંગ્લૅન્ડ, વૅલ્સ, સ્કૉટલૅન્ડ અને ઉત્તરીય આયર્લૅન્ડ એક સંયુક્ત ટીમને બદલે સામસામે રમે છે.

કૉમનવેલ્થ રમતોને ઑલિમ્પિક અને પૅરાલિમ્પિકનું નાનું સંસ્કરણ માનવામાં આવે છે, પરંતુ તેમાં ભાગ લેનાર બધા દેશોના ઐતિહાસિક સંબંધો બ્રિટિશ સામ્રાજ્ય સાથે રહ્યા છે.

ઑલિમ્પિક અને પૅરાલિમ્પિકની જેમ કૉમનવેલ્થ પણ દર ચાર વર્ષે યોજાય છે. તેનું આયોજન ઑલિમ્પિક અને પૅરાલિમ્પિક રાઉન્ડની વચ્ચે થાય છે.

કૉમનવેલ્થ રમતોની વિરાસતનો એક મહત્ત્વનો ભાગ એ પણ છે કે આ પ્રથમ મલ્ટિ-સ્પૉર્ટ આયોજન હતું, જેમાં પૅરા સ્પર્ધાઓને સંપૂર્ણ રીતે સામેલ કરાઈ હતી.

2026ની કૉમનવેલ્થ ગેમ્સમાં કઈ કઈ રમતો રમાશે?

કૉમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસે મહિલા 53 કિગ્રા વેઇટલિફ્ટિંગ ઇવેન્ટના મેડલ સમારોહ દરમિયાન ટીમ ઇન્ડિયાનાં સિલ્વર મેડલ વિજેતા જ્ઞાનેશ્વરી યાદવ

ઇમેજ સ્રોત, Mattia Ozbot/Getty Images

ઇમેજ કૅપ્શન, કૉમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસે મહિલા 53 કિગ્રા વેઇટલિફ્ટિંગ ઇવેન્ટના મેડલ સમારોહ દરમિયાન ટીમ ઇન્ડિયાનાં સિલ્વર મેડલ વિજેતા જ્ઞાનેશ્વરી યાદવ

2026ની કૉમનવેલ્થ ગેમ્સમાં કુલ 10 રમત સામેલ છે. આ સંખ્યા 2014માં ગ્લાસગોમાં યોજાયેલી કૉમનવેલ્થ ગેમ્સની 17 રમતો કરતાં નોંધપાત્ર રીતે ઘણી ઓછી છે.

હૉકી અને તમામ રૅકેટથી રમાતી બધી રમતોને આ વખતે બહાર કરી દેવાઈ છે.

ઍથ્લેટિક્સ, સ્વિમિંગ, ટ્રેક સાઇકલિંગ, નેટબૉલ, બૉક્સિંગ અને જુડો જેવી રમતો અંતિમ યાદીમાં સામેલ છે.

પૅરા ઍથ્લેટિક્સ, સ્વિમિંગ, ટ્રેક સાઇકલિંગ, પાવરલિફ્ટિંગ અને બૉલ્સમાં પૅરા સ્પર્ધાઓ પણ યોજાઈ રહી છે.

2026 કૉમનવેલ્થ ગેમ્સમાં સામેલ રમતોની સૂચિ

  • ઍથ્લેટિક્સ અને પૅરા ઍથ્લેટિક્સ (ફક્ત ટ્રેક અને ફિલ્ડ)
  • સ્વિમિંગ અને પૅરા સ્વિમિંગ
  • આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ
  • ટ્રેક સાઇકલિંગ અને પૅરા ટ્રેક સાઇકલિંગ
  • નેટબૉલ
  • વેઇટલિફ્ટિંગ અને પૅરા પાવરલિફ્ટિંગ
  • બૉક્સિંગ
  • જુડો
  • બૉલ્સ અને પૅરા બૉલ્સ
  • 3x3 બાસ્કેટબૉલ અને 3x3 વ્હીલચેર બાસ્કેટબૉલ

રમતોમાં કયા કયા દેશો ભાગ લઈ રહ્યા છે?

ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીય દળની ધ્વજવાહક વેઇટલિફ્ટર મીરાબાઈ ચન્નુ અને બૉક્સર લવલીના બોરગોહેન હતાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીય દળનાં ધ્વજવાહક વેઇટલિફ્ટર મીરાબાઈ ચનુ અને બૉક્સર લવલીના બોરગોહેન હતાં

રાષ્ટ્રમંડળ ખેલ સંઘ (સીજેએ)ના બધા 74 સભ્ય આ વર્ષે ગ્લાસગોમાં થનારી રમતોમાં ભાગ લઈ રહ્યા છે.

તેમાં 55 દેશ, 9 બ્રિટિશ ઓવરસીઝ ટેરિટરી, યુનાઇટેડ કિંગડમના ચાર ઘટક દેશ, ત્રણ ક્રાઉન ડિપેન્ડેન્સી, ન્યૂઝીલૅન્ડના રાજતંત્ર સાથે જોડાયેલાં બે ઍસોસિયેટ સ્ટેટ અને ઑસ્ટ્રેલિયાનું એક બહારનું ક્ષેત્ર સામેલ છે.

પ્રતિસ્પર્ધામાં ભાગ લેનારા અન્ય દેશોથી વિપરીત, 2026ના કૉમનવેલ્થમાં પહેલી વાર ભાગ લેનાર ગૅબૉન અને ટોગોનો કૉમનવેલ્થ સાથે કોઈ ઐતિહાસિક સંબંધ નથી રહ્યો.

બંને દેશ 2022માં કૉમનવેલ્થમાં સામેલ થયા હતા.

ભારતનું પ્રદર્શન અત્યાર સુધીમાં કેવું રહ્યું છે?

મીરાબાઈ ચન્નુએ કુલ 190 કિલોગ્રામ વજન ઊંચક્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મીરાબાઈ ચનુએ કુલ 190 કિલોગ્રામ વજન ઊંચક્યું હતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારત બે ગોલ્ડ, સાત સિલ્વર અને ત્રણ બ્રૉન્ઝ સમેત કુલ 12 પદકો સાથે પૉઇન્ટ ટેબલ પર નવમા સ્થાને છે.

ભારતને પ્રથમ મેડલ આ સ્પર્ધામાં પૅરા પાવરલિફ્ટિંગમાં ઝંડુકુમારે અપાવ્યો હતો. તેમણે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ત્યાર બાદ ઋષિકાંતસિંહે 60 કિલોગ્રામ પુરુષ વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ અપાવ્યો હતો.

ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ વેઇટલિફ્ટર મીરાબાઈ ચનુએ અપાવ્યો. મહિલાઓની 48 કિલોગ્રામની સ્પર્ધામાં મીરાબાઈએ અનેક રેકૉર્ડ તોડ્યા છે.

તેમણે સ્નૅચમાં 85 કિલોગ્રામ, ક્લીન ઍન્ડ જર્કમાં 105 કિલોગ્રામ સમેત કુલ 190 કિલોગ્રામ વજન ઊંચક્યું હતું.

મીરાબાઈ ચનુએ કૉમનવેલ્થ ગેમ્સમાં સ્નૅચમાં 85 કિલોગ્રામ વજન ઊંચક્યું છે, જે એક રેકૉર્ડ છે.

ભારતને બીજો ગોલ્ડ પૅરા ઍથ્લેટિક્સ શર્મિલા ધનખડે અપાવ્યો. શર્મિલા ધનખડે મહિલાઓના શૉટપુટ એફ-57 ઇવેન્ટમાં આ મેડલ જીત્યો હતો.

ભારતે અત્યાર સુધીમાં વેઇટલિફ્ટિંગમાં સાત મેડલ, પૅરા ઇવેન્ટમાં ત્રણ મેડલ અને ઍથ્લેટિક્સમાં બે મેડલ જીત્યો છે.

ભારતીય સ્ટાર દોડવીર ગુલવીરસિંહ 2026 કૉમનવેલ્થની પુરુષોની 10,000 મીટર સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને આ ઇવેન્ટમાં મેડલ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે.

27 વર્ષીય ગુલવીરસિંહે 27 મિનિટ 49.78 સેકન્ડનો સમય લીધો અને બીજા સ્થાને રહ્યા.

તો ભારતીય વેઇટલિફ્ટર હરજિંદરકોરે 69 કિગ્રા સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો.

2026 કૉમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનારા દેશો અને પ્રદેશોની યાદી

  • અંગુઇલા
  • ઍન્ટિગુઆ અને બારમુડા
  • ઑસ્ટ્રેલિયા
  • બહામાસ
  • બારબાડોસ
  • બેલીઝ
  • બરમુડા
  • બોત્સ્વાના
  • બ્રિટિશ વર્જિન આઇસલૅન્ડ્સ
  • બ્રુનેઇ
  • કેમરૂન
  • કૅનેડા
  • કેમેન આઇસલૅન્ડ્સ
  • કૂક આઇસલૅન્ડ્સ
  • સાયપ્રસ
  • ડોમિનિકા
  • ઇંગ્લૅન્ડ
  • ઇસ્વાતિની
  • ફોકલૅન્ડ આઇસલૅન્ડ્સ
  • ફીજી
  • ગૅબૉન
  • ઘાના
  • જિબ્રાલ્ટર
  • ગ્રેનેડા
  • ગ્વેર્નસી
  • ગુયાના
  • ભારત
  • આઇલ ઑફ મેન
  • જમૈકા
  • જર્સી
  • કેન્યા
  • કિરિબાતી
  • લેસોથો
  • મલાવી
  • મલેશિયા
  • માલદીવ
  • માલ્ટા
  • મોરેશિયસ
  • મોન્ટસેરાટ
  • મોઝામ્બિક
  • નામિબિયા
  • નાઉરુ
  • ન્યૂઝીલૅન્ડ
  • નાઇજીરિયા
  • નિયુ
  • નૉર્ફોક આઇલૅન્ડ
  • ઉત્તરી આયર્લૅન્ડ
  • પાકિસ્તાન
  • પાપુઆ ન્યૂ ગિની
  • રવાન્ડા
  • સેન્ટ હેલેના
  • સેન્ટ કિટ્સ અને નેવિસ
  • સેન્ટ લુસિયા
  • સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ
  • સમોઆ
  • સ્કૉટલૅન્ડ
  • સેશેલ્સ
  • સિએરા લિયોન
  • સિંગાપોર
  • સોલોમન આઇસલૅન્ડ્સ
  • દક્ષિણ આફ્રિકા
  • શ્રીલંકા
  • તાન્ઝાનિયા
  • ગામ્બિયા
  • ટોગો
  • ટોંગા
  • ત્રિનિદાદ અને ટોબેગો
  • તુર્ક્સ અને કેકોસ આઇસલૅન્ડ્સ
  • તુવાલુ
  • યુગાન્ડા
  • વનુઆતુ
  • વેલ્સ
  • ઝામ્બિયા

કયા દેશોનો રેકૉર્ડ ઉત્તમ છે?

સર્વેશ કુશારેએ પુરુષોની હાઈ જમ્પ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સર્વેશ કુશારેએ પુરુષોની હાઈ જમ્પ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો

કૉમનવેલ્થ ગેમ્સમાં સૌથી વધુ મેડલ

  • ઑસ્ટ્રેલિયા - 2,604 (1,003 ગોલ્ડ, 834 સિલ્વર અને 767 બ્રૉન્ઝ)
  • ઇંગ્લૅન્ડ - 2,322 (773 ગોલ્ડ, 783 સિલ્વર અને 766 બ્રૉન્ઝ)
  • કૅનેડા - 1,647 (510 ગોલ્ડ, 548 સિલ્વર અને 589 બ્રૉન્ઝ)
  • ન્યૂઝીલૅન્ડ - 706 (179 ગોલ્ડ, 232 સિલ્વર અને 295 બ્રૉન્ઝ)
  • ભારત - 564 (203 ગોલ્ડ, 190 સિલ્વર અને 171 બ્રૉન્ઝ)
  • સ્કૉટલૅન્ડ - 502 (132 ગોલ્ડ, 143 સિલ્વર અને 227 બ્રૉન્ઝ)
  • દક્ષિણ આફ્રિકા - 416 (137 ગોલ્ડ, 132 સિલ્વર અને 147 બ્રૉન્ઝ)
  • વેલ્સ - 334 (75 ગોલ્ડ, 104 સિલ્વર અને 155 બ્રૉન્ઝ)
  • નાઇજીરિયા - 271 (82 ગોલ્ડ, 84 સિલ્વર અને 105 બ્રૉન્ઝ)
  • કૅન્યા - 258 (91 ગોલ્ડ, 80 સિલ્વર અને 87 બ્રૉન્ઝ)

કૉમનવેલ્થ ગેમ્સના દેશો, જેણે ક્યારેય મેડલ જીત્યો નથી

  • અંગુઇલા
  • ઍન્ટિગુઆ અને બારમુડા
  • બેલીઝ
  • બ્રુનેઇ
  • એસ્વાતિની
  • ફૉકલૅન્ડ આઇસલૅન્ડ્સ
  • ગૅબૉન (2026માં પહેલી વાર ભાગ લઈ રહ્યું છે)
  • જિબ્રાલ્ટર
  • માલદીવ
  • મૉન્ટસેરાટ
  • રવાન્ડા
  • સેન્ટ હેલેના
  • સીએરા લિયોન
  • ટોગો (2026માં પહેલી વાર ભાગ લઈ રહ્યું છે)
  • તુર્ક્સ અને કેકોસ આઇસલૅન્ડ્સ
  • તુવાલુ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન