અમેરિકાએ કહ્યું - ઈરાને તેના હેલિકૉપ્ટરને તોડી પાડ્યા બાદ જવાબી હુમલો કરાયો

ઇમેજ સ્રોત, US Navy
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાને હોર્મુઝની સામુદ્રધુની પર એક અમેરિકન હેલિકૉપ્ટરને તોડી પાડ્યું છે.
એ બાદ અમેરિકાએ ઈરાન પર જવાબી કાર્યવાહીના ભાગરૂપે હુમલા શરૂ કરી દીધા છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેંટકૉમ)એ જણાવ્યું કે હેલિકૉપ્ટર તોડી પાડવાના જવાબમાં અમેરિકન સૈન્યે મંગળવારે ભારતીય સમયાનુસાર રાત્રે 2.30 વાગ્યે હુમલા શરૂ કર્યા.
સેંટકૉમે એક નિવેદનમાં કહ્યું, "આ મિશન ઈરાનની કારણ વિનાની આક્રમકતાનો યોગ્ય જવાબ છે."
જોકે, એક અમેરિકન અધિકારીએ અમેરિકામાં બીબીસીના પાર્ટનર સીબીએસ ન્યૂઝને જણાવ્યું કે એ સ્પષ્ટ નથી કે ડ્રોને જાણીજોઈને હેલિકૉપ્ટર પર હુમલો કર્યો હતો કે નહીં.
ઈરાના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ અમેરિકાના લેટેસ્ટ હુમલા અંગે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે, "લડાઈમાં હાર છતાં અમેરિકાએ અમારી દૃઢતાને પારખવાનો પ્રયાસ કર્યો. અમારી તાકતવર સેના કોઈ પણ હુમલા કે ધમકીનો જવાબ આપ્યા વગર નહીં રહે."
રાષ્ટ્રપતિ ટ્રમ્પે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
સેંટકૉમે પહેલાં જણાવ્યું હતું કે તોડી પડાયેલા અમેરિકન અપાચે હેલિકૉપ્ટરના બે ક્રૂ મેમ્બર્સને એક અમેરિકન સી-ડ્રૉને બચાવ્યું.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું, "આમાં બે પાઇલટ સામેલ હતા, બંને સુરક્ષિત છે અને તેમને કોઈ ઈજા નથી થઈ. તેમ છતાં અમેરિકા માટે આ હુમલાનો જવાબ આપવો જરૂરી હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકન મીડિયા આઉટલેટ 'ઍક્સિયોસ'એ એક અમેરિકન અધિકારીના હવાલાથી જણાવ્યું છે કે અમેરિકાએ ઈરાનની ઘણી ડિફેન્સ અને રડાર સિસ્ટમ પર હુમલો કર્યો છે.
તેમજ ઈરાની સરકારી ટીવીનું કહેવું છે કે કેટલાક લોકો ફારસની ખાડીના કાંઠા વિસ્તારમાં ધડાકા અને ઍર ડિફેન્સની પ્રવૃત્તિઓના અહેવાલ આપી રહ્યા છે. તેમાં બંદર અબ્બાસ, કેશ્મ અને સીરિક સામેલ છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે એબીસી ન્યૂઝને કહ્યું કે ઈરાન પર જવાબી હુમલા ખૂબ મજબૂત અને તાકતવર હશે, કારણ કે ઈરાને એક અમેરિકન હેલિકૉપ્ટરને તોડી પાડ્યું હતું.
ટેલિફોનિક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું કે હેલિકૉપ્ટર તોડી પાડવા પર અમેરિકા દ્વારા જવાબ આપવો 'જરૂરી' છે.
તેમણે કહ્યું, "અમે હાલ જવાબ આપી રહ્યા છીએ. આ એ જ જવાબ છે, જે તેમણે અમારા હેલિકૉપ્ટર સાથે કર્યું હતું. મારું માનવું છે કે આ જવાબ ખૂબ મજબૂત અને તાકતવર હોવો જોઈએ. એવું જ થઈ રહ્યું છે."
હાલના હુમલાથી શું-શું બદલાશે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સામે આવેલી જાણકારી મુજબ, અમેરિકાએ જવાબી કાર્યવાહીમાં ઈરાનની ડિફેન્સ સિસ્ટમને પણ નિશાન બનાવી છે.
પરંતુ સવાલ એ છે કે સીઝફાયર દરમિયાન ઈરાન પર થયેલી આ લેટેસ્ટ ઘટનાઓથી શું બદલાશે?
મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા યુરેશિયા ગ્રૂપના મૅનેજિંગ ડાયરેક્ટર ફિરાસ મકસદે બીબીસીને જણાવ્યું કે તાજા ઘટનાઓ અમેરિકા અને ઈરાન વચ્ચે 'જેવા સાથે તેવા જેવી સ્થિતિ છે અને આ સંપૂર્ણપણે યુદ્ધમાં પરિવર્તિત થવા જવા સ્થિતિ નથી.'
તેમણે કહ્યું, "મને નથી લાગતું કે ફરીથી તાત્કાલિક યુદ્ધ શરૂ થવાનો ખતરો છે. અમેરિકન કાર્યવાહી ખૂબ સમજી-વિચારીને કરાઈ છે. તેમણે ઈરાનના કાંઠા વિસ્તાર પર અને હોર્મુઝની સામુદ્રધુનીની આસપાસ માત્ર રડાર અને સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવ્યાં. તેનાથી વધુ કંઈ નથી કર્યું."
"આ એક નિયંત્રિત ઘર્ષણ છે, બંને પક્ષ એવું નથી ઇચ્છતા કે હાલ જેવું મોટું યુદ્ધ ફરીથી શરૂ થાય."
ફિરાસ મકસદે જણાવ્યું કે ઈરાની નેતાઓનું માનવું છે કે ટ્રમ્પની પાસે વધુ સૈન્ય વિકલ્પ નથી.
તેમજ ટ્રમ્પ અમેરિકન લોકોને કહેતા રહ્યા છે કે સમાધાન માત્ર થોડા દિવસ જ દૂર છે.
તેમણે કહ્યું, "સ્પષ્ટ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઉતાવળ નથી. તેઓ આર્થિક દબાણની વ્યૂહરચના અપનાવી રહ્યા છે. નાકાબંધી થવા દઈ રહ્યા છે. ઈરાની હંમેશાંની માફક લાંબી રમત રમી રહ્યા ચે. અમેરિકન ધૈર્યની પરીક્ષા લઈ રહ્યા છે અને આશા કરી રહ્યા છે કે અમેરિકા વચ્ચે વચ્ચે છૂટ આપે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























